Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં અચાનક મુખ્યમંત્રી સહિત આખી સરકાર બદલાઈ ગઈ છે, જે રીતે સુત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ IASનું લીસ્ટ ફાઈનલ થઈ ગયું છે અને IPSની બદલી અને બઢતી પ્રયાસો કરતાં હતાં તેઓ હવે સરપ્રાઈઝ મેળવે તો નવાઈ નહિ.. કારણકે હવે 2022ની વિધાનસભાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓના પોસ્ટિંગ કરવામાં આવશે તે નક્કી થઈ ગયું છે. કહેવાય છે કે નવરાત્રી અને દિવાળીની વચ્ચે ફરી એક વાર રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓની મોટાપાયે બદલીઓ થશે. નજીકના દિવસોમાં જ IAS અને IPSની બદલીઓનો દૌર શરૂ થશે.
જેમાં જુના મંત્રીઓ સાથેના ઘરોબાનો અંત આવશે અને નવા પોસ્ટીંગ 2022ને માટે આખું લીસ્ટ તૈયાર થઈ ગયું છે. આ સપ્તાહના અંત સુધી IAS અને IPSનું લીસ્ટ તૈયાર કરીને જાહેરાત કરવામાં આવશે.તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. તો બીજી તરફ કેટલાક સમયથી લટકી ગયેલ IPS ના પ્રમોશન પણ થશે. તે સત્વરે કરવા માટે પણ સરકાર દ્વારા નામ નક્કી થઈ ગયા છે. હવે જુના મંત્રીઓની કોઈ ભલામણ ચાલશે નહીં તેવું સ્પષ્ટ થઈ ગયું છે.