Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં વરસાદ ખેચાયાની સ્થિતિની અને દુષ્કાળના ડાકલા વચ્ચે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દિનબદિન કફોડી બની રહી છે. વરસાદની ઘટ અને પાકમાં રોગચાળો આવતા ખેડૂતો પાયમાલ બન્યા છે. આવામાં ગુજરાતના ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. સરકારે કહી દીધું કે, હાલ રાજ્યમાં સિંચાઈનું નવું પાણી નહિ છોડવામાં આવે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હાલ નર્મદાનું પાણી આપવાનું ચાલુ છે. પીવાના પાણીની વ્યવસ્થા આપણી અગ્રીમતા છે. સિંચાઈ માટે પાણી છોડવા અંગે એક નિવેદનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં સિંચાઈનું નવું પાણી હાલ નહિ છોડવામાં આવે. નર્મદાનું પાણી હાલ અપાય છે, તે વિતરણ ચાલુ છે. સિંચાઈનું નવું પાણી હાલ નહિ છોડવામાં આવે. પીવાના પાણીનો પુરતો જથ્થો છે. પીવાના પાણીની વ્યવસ્થા કરવી આપણી અગ્રીમતા છે. આશાવાદી છીએ કે વરસાદ આવશે.