Mysamachar.in-ગાંધીનગર
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પણ કેવી અને કેટલી કેટલી પોલમપોલ દારૂબંધીને લઈને ચાલે છે તે છાશવારે સામે આવતું હોય છે, એવામાં આજે પાટણની મુલાકાતે આવેલ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે સરકાર કટિબદ્ધ છે, ગુજરાતમાં દારુનું ઉત્પાદન, વેચાણ અને હેરાફેરી રોકવા માટે કડક કાયદો અમલી છે, રાજ્ય સરકાર દારૂ બંધીનીતિને વરેલી છે, અને કડકાઈ અને સખ્તાઈ સાથે અમલ કરવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. મહત્વનું છે કે આજે ગૃહમંત્રી પાટણના પ્રવાસે છે ત્યારે જ પાટણ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની કથિત ઑડીયો વાયરલ થઈ છે. આ કથિત ઑડીયોમાં ખુદ ભાજપનાં સાંસદ ભરતસિંહ ડાભી દારૂ મુદ્દે મોટો ખુલાસો કરી રહ્યા છે. પાટણમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની વાત કોઈ વ્યક્તિ તેવોને કરી રહ્યું છે.