Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં પ્રથમિક શાળાઓ શરૂ કરવા અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. હાલ કોરોનાનું સંક્રમણ ઘટતા ધોરણ 10 થી 12 અને કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ટુંક સમયમાં પ્રાથમિક શાળાઓ પણ શરૂ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. શિક્ષણમંત્રીએ ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે કોરોનાને કારણે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચાડવામાં વિલંબ થયો છે. પરંતુ આગામી અઠવાડીયા દરમિયાન તમામ વિદ્યાર્થીઓને પુસ્તક મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ વર્ષ ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ ગત વર્ષની જેમ વાલીઓને ફીમાં કોઈ રાહત આપવામાં આવી નથી.