Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના જુદા જુદા વિભાગમાંથી થતા ભ્રષ્ટાચાર પર એન્ટી કરપ્શન બ્યૂરો લાંચિયાઓને ઉઘાડા પાડે છે. પારદર્શક વહીવટના વાયદા કરતી સરકારમાંથી જ્યારે આવા અધિકારીઓ ઝડપાય છે ત્યારે મોટો સોદો છત્તો થાય છે. રકમ પણ એટલી જ મોટી પકડાય છે. માત્ર પોલીસ વિભાગમાંથી જ નહીં પ્રદુષણ કંટ્રોલ બોર્ડથી લઈને શિક્ષણ વિભાગ સુધી એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીઓ ‘વહીવટીયા’ને પકડી પાડે છે. આવો જ એક કિસ્સો મહાનગર અમદાવાદમાંથી સામે આવ્યો છે. મેહુલ ચોક્સી કરોડોનું કરીને દેશને ચુનો લગાવી ગયો. આ જ રીતે રાજ્યને આર્થિક રીતે ચુનો લાવનાર વધુ એક ચોક્સી ઓસીબીના રડારમાં આવી ગયો છે.
કલાસ 2 અધિકારી નિપુણ ચંદ્રવદન ચોકસી લાંચ કેસમાં ગુજરાત એસીબીએ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. એસીબીના છટકા બાદ એસીબીએ આરોપી નિપુણ ચંદ્રવદન ચોકસીના ઘર પર રાબેતા મુજબ સર્ચ કર્યું તો આ સર્ચ ઓપરેશનમાં જે સામે આવ્યું તે જોઇને એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. એસીબી દ્વારા ચંદ્રવદન ચોક્સીના ગાંધીનગર કો-ઓપરેટિવ બેંકના લોકર અને બેંક એકાઉન્ટમાં તપાસ કરી હતી. લોકરમાંથી 74 લાખ મળી આવ્યા, અન્ય બેન્ક લોકરમાંથી 1.52 લાખ રોકડ મળી આવી છે.
આ સહિત અન્ય એક કેનેરા બેન્કનું લોકર ઓપરેટ કરવામાં આવ્યું હતું. જેમાં 300 ગ્રામ સોનુ મળી આવ્યું હતું. જેની કિંમત 10 લાખ થવા પામી છે. આમ એસીબી દ્વારા અઢી કરોડથી પણ વધુ રકમ કબ્જે કરીને કાર્યવાહી શરુ રાખી છે. એસીબીના દાવા મુજબ સર્ચ દરમિયાન આટલી મોટી રોકડ રકમ મળી આવીએ કદાચ ગુજરાતનો પ્રથમ કેસ છે. કલાસ 2 ઓફિસર નિપુણ ચંદ્રવદન ચોકસી લાંચ કેસમાં અને 2 આરોપી કરાર આધારિત નોકરી, જેમને ગાંધીનગર અને પાટણ ખાતેથી 4 લાખની લાંચ અને 40 હાજરની લાંચ લેતા બે દિવસ પહેલા ઝડપી પડયા હતા. આરોપીઓએ સર્વે શિક્ષા અભિયાન સ્ટેટ પ્રોજેક્ટમાં હોસ્ટેલ બાંધકામના પ્રોજેકટમાં કુલ બિલ પાસ કરવા બદલામાં કુલ રકમના એક ટકાની લાંચ માંગી હતી.હવે આટલી મોટી રોકડ તેના બેંક લોકરમાંથી મળી આવવી તે રાજ્યમાં ભ્રષ્ટાચારીઓએ કેટલી હદે માજા મૂકી છે તેનો ચોકાવનારો દાખલો આપે છે.