Mysamachar.in-ગાંધીનગર
ગત શનિવારે રાજ્ય સરકાર દ્વારા સાગમટે 77 IAS અધિકારીઓની બદલીઓ કરાઈ હતી. ત્યારે રાજ્યમાં હવે ચર્ચાઓ શરુએ થઇ છે કે IPS અધિકારીઓની બદલીઓ ક્યારે…? અને હા કેટલાક IPS અધિકારીઓ પણ પોતાની બદલીની રાહ જોઈ રહ્યાં છે. બદલીઓમાં કેટલાક અધિકારીઓ એવા છે જેમને પ્રમોશન સાથે એટલે કે બઢતી સાથે જ બદલીઓ છે, બે ડઝનથી વધુ IPS ની બદલી થવાની છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ 12મી જુલાઈએ અમદાવાદમાં દર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે નીકળશે કે કેમ તેનો નિર્ણય હજુ કરાયો નથી.
આગામી દિવસોમાં કોરોનાના કેસો વધશે નહીં તો સરકાર કેટલીક શરતોને આધીન કદાચ રથયાત્રા કાઢવાની છૂટ આપી શકે છે. જો રથયાત્રા નહીં નીકળે એવો નિર્ણય લેવાશે તો IPS અધિકારીઓની બદલી તરત કરવામાં આવશે. પરંતુ રથયાત્રા કાઢવાની છૂટ મળશે તો તેવા સંજોગોમાં અધિકારીઓની બદલીઓ કરાશે નહીં. તેમજ રથયાત્રા બાદ થોડા દિવસો પછી IPS અધિકારીઓની બદલી બઢતીના ઓર્ડર થશે તેવી ચર્ચાઓ પાટનગર ગાંધીનગરમાં ચાલી રહી છે.