Mysamachar.in-ગાંધીનગર
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ સાથે જ કેટલાક મંત્રીઓને પડતા મુકવાની વાત તો કેટલાક નવા ચહેરાઓ ઉમેરવાની ચર્ચાઓ રાજકીય આલમમાં ચાલતી હતી, પણ આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્રકાર દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નમાં રૂપાણીએ આ વાતનો છેદ ઉડાવતા કહ્યું કે અક્ષરશ: કઈક આ રીતે કહ્યું કે “કોઈ વાત છે જ નહિ, આ બધી વાત માત્ર હવામાં છે, કોઈ વિસ્તરણની વાત કે બોર્ડ નિગમની વાત નથી આમ સીએમ વિજય રૂપાણીએ બોર્ડ નિગમો નિમણુક અને રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણની હાલ ચાલી રહેલ ચર્ચાઓનો છેદ ઉડાવી દીધો હતો.