Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, એક બાદ એક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, કેટલાય જિલ્લાઓમાં એવી સ્થિતિ છે કે દર્દીઓને ખાટલા મળતા નથી, એમ્બ્યુલન્સો હોસ્પિટલો બહાર લાંબી લાઈનોમાં ઉભી છે, ત્યારે જે રીતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખુદ પોતે જ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કર્યા મુજબ તેમનો કોરોના રીપોર્ટ પોજીટીવ આવ્યો છે અને તેવો યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે દાખલ થઇ રહ્યા છે. નીતિન પટેલે જેવી આ જાહેરાત પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર કરી કે તેમાં સારી કોમેન્ટ્સ જેવી કે ગેટ વેલ સુન, આપ જલ્દી સ્વસ્થ થઇ જાવ, માતાજી કરે આપ જલ્દી સ્વસ્થ થાવ અને રાજ્યની સેવામાં લાગી જાવ સાથે અમુક લોકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા એવું પણ લખ્યું તે અક્ષરશ: આ મુજબ છે.
-“તુરંત જગ્યા મળી ગઈ વાહ”
– “90 91 થી ઓક્સીઝ્ન લેવલ ઓછું હોય તો દાખલ થવાનું હોય તમે નોર્મલ છો તો કેમ દાખલ થયા”
– હોસ્પીટલમાં બેડ મળી ગયો
– નિતીન કાકા દવાખાનામા જગયા મળી એટલે ધણુ સરસ કેવાય જલ્દી સાજા થાઓ તેવી ભગવાનને પ્રાર્થના
– સરકાર ની ગાઇડ લાઇન્સ પરમાણે જેનું ઓક્સિજન 90 91 કરતા ઓછું થતું હોય એમને જ હોસ્પિટલ માં દાખલ કરાય છે અને તમને તોહ સામાન્ય લક્ષણ હતા. નિયમ તોહ બધા માટે સરખા કેમ નહિ
– બેડ ખાલી છે??કેમ કે આમ જનતા માટે તો ક્યાંય ખાલી નથી
– તમને તો બેડ અને ઓક્સિજન મળી જ ગયું હશે નય કાકા
જે હોય તે પણ રાજ્યના નાયબમુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત થયા છે, તેવો જલ્દી સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી શુભકામના GET WELL SOON નીતિનભાઈ…..