Mysamachar.in-ગાંધીનગર
છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે, અને લોકોને કેમ વાહનો ચલાવવા પણ ફરજીયાત હોય શું કરવું તેવી સ્થિતિ નબળા અને મધ્યમવર્ગીય લોકોની છે, ત્યારે વિધાનસભામાં નાણાં વિભાગના બજેટની ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રાજસ્થાન-મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 9 રૂપિયા જેટલો ઓછો છે. કોઇએ નિર્ણય નહોતો લીધો ત્યારે ગુજરાત સરકારે વેટમાં ઘટાડો કર્યો હતો.
છતાં પેટ્રોલ- ડીઝલના ભાવ ઘટાડા માટે કેન્દ્ર સરકાર જે નિર્ણય કરશે તેનું પાલન કરવાની તૈયારી દર્શાવી હતી, નીતિન પટેલે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનું કારણ દર્શાવીને જીએસટી હેઠળ લેવાની માગણી કરી રહી છે. પરંતુ હાલ પેટ્રોલ-ડીઝલ અને ગેસમાં વેટ વસૂલાતો હોવાથી તેની 100 ટકા રકમ રાજ્ય સરકારને મળે છે. જીએસટી હેઠળ લવાય તો 50 ટકા રકમ કેન્દ્ર સરકારને મળે તેમ છે. જેના કારણે રાજ્ય સરકારને હજાર કરોડ રૂપિયાનું નુકસાન જાય જેથી નાણામંત્રી તરીકે આ બાબતે હું સહમત નથી તેમ પણ તેવોએ કહ્યું હતું.