Mysamachar.in-ગાંધીનગર
હાલ રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજ્યમાં હીટ એન્ડ રનના બનાવો સબંધમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમેં સવાલ પૂછ્યો હતો, જેમાં રાજ્યમાં હીટ એન્ડ રનના બનાવો સબંધમાં કેટલા મૃત્યુ થયા કેટલા ઘાયલ થયા વિગેરે બાબતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાસભ્ય વિક્રમમાડમ દ્વારા પૂછવામાં આવી હતી, જેમાં તા.31/12/2019 ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં વર્ષવાર રાજ્યમાં હીટ એન્ડ રનના કેટલા બનાવો નોંધાયા છે ? તે પૈકી વર્ષવાર, જિલ્લાવાર કેટલા નાગરીકોના મૃત્યુ થયા અને કેટલા ઘાયલ થયા ? અને જિલ્લાવાર કેટલા આરોપીઓને પકડવાના બાકી છે ? ધારાસભ્યના પ્રશ્નોનાં જવાબમાં સરકારમાં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી(ગૃહ) દ્વારા જવાબમાં જણાવવામાં આવેલ છે કે,
તા. 1-1-15 થી તા. 31-12-15 : 2085
તા. 1-1-16 થી તા. 31-12-16 : 1970
તા. 1-1-17 થી તા. 31-12-17 : 2555
તા. 1-1-18 થી તા. 31-12-18 : 2471
તા. 1-1-19 થી તા. 31-12-19 : 2087
ઉપરોકત વિગતે બનેલ હીટ એન્ડ રનના બનાવો પૈકી વર્ષવાર કેટલા મૃત્યુ થયા અને કેટલા ઘાયલ થયા તેની વિગતો નીચે દર્શાવ્યા પ્રમાણે છે.
તા. 1-1-15 થી તા. 31-12-15 : મૃત્યુ 1220 ઘાયલ 1213
તા. 1-1-16 થી તા. 31-12-16 : મૃત્યુ 1224 ઘાયલ 1180
તા. 1-1-17 થી તા. 31-12-17 : મૃત્યુ 1474 ઘાયલ 1397
તા. 1-1-18 થી તા. 31-12-18 : મૃત્યુ 1621 ઘાયલ 1320
તા. 1-1-19 થી તા. 31-12-19 : મૃત્યુ 1268 ઘાયલ 1218
હીટ એન્ડ રનના બનાવોમાં શહેર- જિલ્લાનું નામ પકડવાના બાકી આરોપીઓની સંખ્યા
અમદાવાદ શહેર 1287, રાજકોટ શહેર 368, સુરત શહેર 886, સાબરકાંઠા 286, બનાસકાંઠા 288, કચ્છ પૂર્વ 2, કચ્છ પશ્વિમ 38, પાટણ 313, પોરબંદર 11, છોટા ઉદેપુર 39, ભરૂચ 584, પંચમહાલ 176, મહીસાગર 56, દાહોદ 126, સુરત ગ્રામ્ય 756, તાપી 33, નવસારી 330, કુલ 5579