Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં અવારનવાર સરકારી ભરતીઓ બહાર પડતી હોય છે, પરંતુ આ તમામ વચ્ચે વાસ્તવિકતા શું તેનો જવાબ આજે વિધાનસભા ગૃહમાં રજુ થયો છે, સત્ર દરમિયાન બેરોજગારી અંગે ગુજરાત સરકારે ખુદ આંકડાઓ આપ્યા તે ચોકાવનારા છે, ગુજરાતી યુવાનોને રોજગારીની તાતી જરૂરિયાત છે. સરકાર ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવા સાવ પોકળ સાબિત થયા છે. રાજ્યમાં શિક્ષિત-અર્ધશિક્ષિત 4 લાખથી વધુ બેરોજગારો છે. જે આંકડાઓ સામે આવ્યા તેમાં રાજ્યમાં 4 લાખ 12 હજાર 985 બેરોજગાર નોંધાયા છે જ્યારે છેલ્લા 2 વર્ષમાં 1,777 બેરોજગારોને સરકારી નોકરી મળી છે. રાજ્યમાં 3 લાખ 92 હજાર શિક્ષિત બેરોજગાર છે.
-જિલ્લા પ્રમાણે બેરોજગારોની સંખ્યા
મહીસાગર – 11754
પંચમહાલ – 12865
ખે઼ડા – 18410
છોટાઉદેપુર – 8703
પાટણ – 9070
મહેસાણા – 18449
ગીરસોમનાથ – 9289
મોરબી – 5778
નર્મદા – 5638
નવસારી – 8245
જામનગર – 16038
દ્વારકા – 4343
અરવલ્લી – 7870
સાબરકાંઠા – 11035
આણંદ – 24136
ભરૂચ – 9885
ભાવનગર – 17857
બોટાદ – 1664
જુનાગઢ – 12273
પોરબંદર – 6278
અમરેલી – 11797
રાજકોટ – 21161
અમદાવાદ – 34063
સુરત – 18767
વડોદરા – 27362
બનાસકાંઠા – 12906
કચ્છ – 13821
દાહોદ – 13031
વલસાડ- 11114
સુરેન્દ્રનગર – 13240
ગાંધીનગર – 9661
તાપી – 6393
ડાંગ – 2789