Mysamachar.in-ગાંધીનગર
ગુજરાતમાં કેટલાય વાહનચાલકો પોતાના વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવે છે, પરંતુ ગુજરાતમાં બ્લેક ફિલ્મ લગાવવી એ ગેરકાયદેસર છે. અને સમયાંતરે પોલીસ ખાસ ડ્રાઈવ યોજીને પણ આવા વાહનો સામે કાર્યવાહી કરતી હોય છે, ચાલી રહેલા વિધાનસભા ગૃહમાં વાહનોમાં બ્લેક ફિલ્મ લગાડનારો વાહનો સામે કાર્યવાહી કરીને તેમની પાસેથી દંડની રકમ મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં બ્લેક ફિલ્મ મુદ્દે ગુજરાત સરકારને રૂપિયા 5.80 કરોડની આવક દંડ સ્વરૂપે થઇ છે, બ્લેક ફિલ્મના બે વર્ષમાં 1,78,948 કેસ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે,
ગુજરાતમાં વાહનોના કાચ ઉપર બ્લેક ફિલ્મ લગાવવી એ ગેરકાયદેસર અને વખતોવખત તેના જાહેરનામાઓ પણ પ્રસિદ્ધ થતા રહે છે. ગેરકાયદે બ્લેક ફિલ્મ લગાવવા અંગે છેલ્લા બે વર્ષમાં 1,78,948 કેસ કરાયા હોવાનું સરકારે વિધાનસભામાં પુછાયેલા લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે. તડકાથી બચવા માટે વાહનોના કાચ ઉપર બ્લેક ફિલ્મ લગાવવામાં આવે છે. જો કે બ્લેક ફિલ્મનું સ્તર નક્કી કરેલા માપ કરતા વધુ હોય (ડાર્ક) હોય તો તે ગુન્હો બને છે. આવા વાહનચાલકો સામે પોલીસ અને RTO સમયાંતરે ડ્રાઈવ કરે છે. છેલ્લા બે વર્ષમાં ગેરકાયદે બ્લેક ફિલ્મ લગાવવા અંગે ગુજરાતભરમાં, 1,78,948 કેસ નોંધવામાં આવ્યા છે. આવા કુલ 5,80,65,468નો દંડ વસુલ કરવામાં આવ્યો હોવાનું પણ જવાબ પરથી જાણવા મળે છે.