Mysamachar.in-ગાંધીનગર
હાલમાં ગાંધીનગર ખાતે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, સત્ર દરમિયાન આજે નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરી રહ્યા છે, બજેટ ભાષણ પહેલા વિપક્ષના ધારાસભ્યો તરફથી સરકારના આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા. સરકારના મંત્રીઓ તરફથી તેના જવાબો આપવામાં આવ્યા હતા. આવા લેખિત જવાબમાં સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં દરરોજ બળાત્કારની 4 થી વધુ ઘટના બને છે. આ ઉપરાંત રાજ્યમાં દરરોજ અપહરણની 7 થી વધારે ઘટના બને છે. રાજ્યમાં દરરોજ આત્મહત્યાના 20 બનાવ બને છે.એવામાં રાજ્યમાં ગુન્હાખોરીની ઘટનાઓની વાત કરવામાં આવે તો રાજ્યમાં રોજની સરેરાશ 2 કરતાં વધુ લૂંટની ઘટનાઓ, રોજની 3 ખૂનની અને 30 ચોરીની ઘટનાઓ, રોજની 4 કરતાં વધુ બળાત્કારની ઘટના બની, રોજની 7 અપહરણની તો રોજની 20 આત્મહત્યાની ઘટનાઓ બની.
રોજની 57 અપમૃત્યુ અને 37 આકસ્મિક મૃત્યુની ઘટનાઓ બની, રાજ્યમાં છેલ્લાં 2 વર્ષમાં 1520 લૂંટની ઘટનાઓ બની, 1944 ખૂનની, 370 ધાડની, 21995 ચોરીની ઘટનાઓ બની. છેલ્લાં બે વર્ષમાં 3095 બળાત્કારની તો 4829 અપહરણની ઘટનાઓ બની. આત્મહત્યાના 14410, ઘરફોડના 6190, રાયોટિંગના 2589 બનાવો બન્યા. આકસ્મિક મૃત્યુના 27148, અપમૃત્યુના 41493 બનાવો નોંધાયા. રાજ્યમાં ખૂનની કોશિશની 18523 ઘટનાઓ નોંધાઈ છે. પોલીસ વિભાગે તમામ ઘટનાઓમાં માત્ર 4043 આરોપીની ધરપકડ કરી હતી.