Mysamachar.in-ગાંધીનગર
ઓનલાઈન ચીજવસ્તુઓની લેવેચ કરતા લોકો માટે આંખ ખોલનારો કિસ્સો આજે સામે આવ્યો છે, જેમાં એક વિદ્યાર્થીને 270 રૂપિયાની બુક વેચાણ કરવી ભારે પડી છે, ઓએલએક્સ પર 270 રૂપિયામાં બુક વેચવા જતાં સ્ટુડન્ટે 46 હજાર ગુમાવવાનો વારો આવ્યો છે, આ ઘટનામ સામેથી ગઠીયાએ યુવકના પિતાની પેટીએમ, એસબીઆઈ અને એચડીએફસી બેંક એકાઉન્ટમાંથી 5 ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા. અડાલજ ત્રિમંદિર સંકુલમાં સાનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતાં પરમ ભરતભાઈ પટેલે આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આઈસીટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
16 ફેબ્રુઆરીએ યુવકે ઓએલએક્સ પર ડિજિટલ ફન્ડામેન્ટલ નામની બુક 270માં વેચવા મુકી હતી. બપોરે યુવક પર ફોન આવ્યો હતો, જેમાં સામાવાળા શખ્સે 250 ટ્રાન્સફર કરવાનું કહીં પોતાનો પુત્ર બુક લઈ જશે તેમ કહેતા ગઠીયાએ યુવકના વોટ્સએપ પર ક્યુઆર કોડ મોકલ્યો હતો. જે સ્કેન કરતાં યુવકના ખાતામાંથી 5 કપાયા હતા અને 10 રૂપિયા જમા થયા હતા. જે બાદ ગઠીયાએ ક્યુઆર કોડ મોકલતા યુવકે બુક લઈ જવા કહેતા ગઠીયાએ આર્મીમાં આસામ હોવાનું કહ્યું હતું.
પૈસા પરત ન આવ્યા હોવાનું કહીં યુવકે પિતાના ખાતાની રકમનો ફોટો મોકલતા ગઠિયાએ ક્યુઆર કોડથી ટ્રાન્ઝેક્શન ફેઈલ્ડ બતાવતું હતું. ગઠિયાએ 5 હજાર એમાઉન્ટ લખી એડ-અ-નોટમાં પેમેન્ટ રિફંડ-10 લખવાનું કહેતા એ પ્રમાણે કરતાં યુવકના પિતાના ખાતામાંથી 5 હજાર કપાઈ ગયા હતા. ફરી એ જ પ્રક્રિયાનું કહેતાં 10 હજાર કપાઈ ગયા હતા. યુવકે પૈસા માંગતા ગઠિયાએ ક્રેડીટ કાર્ડ કે ડેબિટ કાર્ડની માહિતી માંગતા યુવકે પિતાના ડેબીટ કાર્ડનો ફોટો મોકલવા છતાં પૈસા ન આાવતા ગઠિયાએ ઈન્ટરનેટ બેંકિંગની માહિતી આપવાનું કહેતા યુવકે પિતાનું બેંકિંગ ઓપન કરતા પિતાના ખાતામાંથી 25 હજાર કપાઈ ગયા હતા. આમ છેતરપીંડીનો ભોગ બન્યાનું લાગતા તેવોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સાઈબર સેલે આ મામલે તપાસ હાથ ધરી છે.