Mysamachar.in-ગાંધીનગર
આજથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે, આ વચ્ચે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે એક મોટું નિવેદન આપ્યું છે, જેનાથી કેટલાય ટીકીટવાંછુઓની આશાઓ પર પાણી ફરી શકે છે, સી.આર.પાટીલે આજે સ્પષ્ટ કર્યું કે જે 60 વર્ષથી વધુ વયના છે અને ત્રણ વખત કોર્પોરેટર રહી ચુક્યા છે, ઉપરાંત આગેવાનના કોઈપણ સગાઓને ટીકીટ આપવામાં આવશે નહી આમ કેટલાય નેતાઓ અને કેટલાય ટીકીટ માટે ઉમેદવારી કરનાર દાવેદારોએ હવે આ ધારાધોરણમાં આવતા હશે તો તેને ટીકીટ મળશે નહી તે સ્પષ્ટ થઇ ચુક્યું છે.