Mysamachar.in-ગાંધીનગર
કેન્દ્ર સરકાર દ્વારા ગત મોડીરાત્રીના આજથી કેટલીક શરતો ને આધીન કામધંધાઓને વધુ છૂટછાટ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે, પરંતુ જાણવા મળે છે તે મુજબ કેન્દ્રસરકારના ઓર્ડર બાદ હવે રાજ્ય સરકાર આ અંગેની જરૂરી ચર્ચાઓ કરી બાદમાં એક નોટીફીકેશન જાહેર કરશે અને તે જે-તે જિલ્લાઓમાં કલેકટરને મળ્યા બાદ તે નોટીફીકેશનને આધારે સ્થાનિક કક્ષાએ કલેકટર જાહેરાત કરશે અને બાદમાં ક્યાં અને કેવા પ્રકારના વ્યવસાયો સ્થાનિકકક્ષાએ શરુ કરી શકાય તે જાણવા મળશે, માટે જ્યાં સુધી સ્થાનિકકક્ષાએથી આવી કોઈ જાહેરાત ના થાય ત્યાં સુધી કોઈ પણ વ્યવસાયિકો ખોટી ઉતાવળ ના કરતા કાયદાનું પાલન કરવું જોઈએ.