Mysamachar.in-ગાંધીનગરઃ
ગાંધીનગર ખાતે પરીક્ષા સમિતિની બેઠક મળી હતી, જેમાં નવા પરીક્ષા કેન્દ્રો તથા બોર્ડ પરીક્ષાની તારીખને લઇને ચર્ચા કરવામાં આવી હતી, આ બેઠક બાદ જાહેરાત કરવામાં આવી છે કે આગામી 5 માર્ચથી 17 માર્ચ સુધી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાશે, જ્યારે 5 માર્ચથી 21 માર્ચ સુધી ધોરણ 12ની સામાન્ય પ્રવાહ પરીક્ષા યોજાશે. બોર્ડના વિષયની શાળા કક્ષાની લેવાની ધો.10 અને 12ની પરીક્ષાઓ 10 ફેબુ્રઆરીથી 12 ફેબ્રુઆરી સુધી રહેશે. બોર્ડની ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 14 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી લેવાશે. માર્ચ 2020ની ધો.10-12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા માર્ચથી શરૂ થશે અને 21મી માર્ચ સુધી ચાલશે. નવરાત્રી વેકેશન રદ થતા પ્રથમ સત્રના કાર્યના દિવસો અને દ્રિતિય સત્રના કાર્યના દિવસો બદલાશે. શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પરીક્ષાના નવા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. ધોરણ 10માં કુલ 29 નવા કેન્દ્રોની ફાળવણી થઈ છે જ્યારે બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના 9 નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના કુલ 246 દિવસો રહેશે.જ્યારે 4મેથી ઉનાળુ વેકેશન શરૂ થશે.