Mysamachar.in-ગાંધીનગર:
આવતીકાલથી શ્રાવણમાસનો શુભારંભ થઇ રહ્યો છે,અને લોકો એકટાણાં ઉપવાસ કરશે તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી મોસમ છે,ત્યારે બજારોમાં વેચાણ થઇ રહેલા આહારમા ભેળસેળ ના હોય અને લોકો શુદ્ધ ખોરાક આરોગે તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવ્યું છે,આજે રાજ્યના તમામ જીલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસરોની એક મીટીંગ ગાંધીનગર ખાતે આરોગ્યવિભાગના અધિકારીઓ સહિતના અધિકારીઓ સાથે યોજાઈ હતી,
જેમાં વકરતા રોગચાળાને અટકાવવા રાજ્યવ્યાપી ડ્રાઈવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,અને ખાદ્યચીજો મા ભેળસેળ કરનાર એકમો પર તવાઈ બોલાવવાની શરૂઆત કરવામાં આવશે,તમામ ફૂડ સેફ્ટી ઓફિસરોને તાકીદ કરવામાં આવી છે,તે પ્રમાણે દંડ નોટીસ સહિતની કાર્યવાહી કરી ખોરાકમાં ભેળસેળ કરનાર પર તવાઈ ની સૂચનાઓ ઉચ્ચસ્તરે થી આપી દેવામાં આવી છે.