Mysamachar.in-ગાંધીનગર:
ભલે રાજ્યના મુખ્યમંત્રી સહિતના નેતાઓ જાહેરમંચ પરથી ભ્રષ્ટાચાર નાબુદીની વાતો કરે પણ આ સાંભળે કોણ..?તેવી સ્થિતિ ગુજરાતમાં છે,અને કલાસવનથી માંડીને ક્લાસ ફોર સુધીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કોઈ ને કોઈ બહાને અરજદારો પાસેથી લાંચની માગણીઓ કરતાં ઝડપાઈ જાય છે,તો અમુક કિસ્સાઓમાં તો અમુક અરજદારો પોતાનું કામ આસાનીથી નીપટાવવા બાબુઓના મો રાજીખુશીથી મીઠા પણ કરાવી દેતા હોય છે,પણ જે કેસો એન્ટી કરપ્શન બ્યુરોના રેકોર્ડ પર છે,તેના આંકડાઓ ગુજરાત વિધાનસભામાં રજુ થયેલ છે,ગુજરાતમાં ૨૦૧૮નાં વર્ષમાં વર્ગ-૧ ના અધિકારીઓ મોટા પ્રમાણમાં લાંચ લેતા ઝડપાયા હોવાની સનસનીખેજ વિગતો જાહેર થઇ છે,
રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ મુજબ, ૨૦૧૮નાં વર્ષમાં ACB એ વર્ગ એકનાં ૩૨ અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે,રજુ થયેલા આંકડાઓ મુજબ, એસ.સી.બીએ વર્ષ ૨૦૧૮ માં ફૂલ ૭૨૯ આરોપીઓને પકડ્યા જેમાં વર્ગ-૨ ના ૯૧ અધિકારીઓ,જયારે વર્ગ-૩ ના ૩૩૭ કર્મચારી અધિકારીઓ નો સમાવેશ થાય છે, મહત્વની વાત એ છે કે, ACBએ વર્ષ ૨૦૧૮ માં ૨૫૬ ખાનગી વ્યક્તિને લાંચના કેસમાં બાબુઓ વતી લાંચ લેતા ઝડપ્યા છે,એન્ટી કરપ્શન બ્યુરોએ કુલ ૩૩૮ ટ્રેપો કરી જેમાંથી ૨૩૭ સફળ જયારે ૧૦૧ નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે.