Mysamachar.in-ગાંધીનગર:
જેતપુરમાં આવેલ ખાતરના ડેપો ખાતેથી ખેડૂતોને આપવામાં આવતા અને જામનગરની GSFC ખાતે તૈયાર થતા DAP ખાતરમાં નિયત વજન કરતા ઓછું વજન હોવાનો અને ખેડૂતોને આપવામાં આવતા આ ખાતરમાં રાજ્ય વ્યાપી કૌભાંડ હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો,અને ઠેરઠેર કોંગ્રેસની ટીમ દ્વારા ખાતરની બોરીઓને ચેક પણ કરવામાં આવી હતી,
ત્યારે આ કથિત ખાતર કૌભાંડને મુદ્દે આજે મીડિયા સાથેની વાતચીતમાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ કે ખાતરની બોરીમાંથી એકાદ-બે કિલો ખાતર ઓછું નિકળ્યું હોય તો ચોક્કસથી ચિંતાનો વિષય ગણી શકાય,પરંતુ જે બોરીઓમાંથી ૨૦૦/૨૫૦ ગ્રામ જેટલું ઓછું ખાતર ભેજના પ્રમાણને કારણે નિકળ્યું હોવાનું સ્પષ્ટતા સાથે કૃષિમંત્રીએ તો ત્યાં સુધી કહી દીધું કે આમાં કોઈ જ કૌભાંડ નથી.