Mysamachar.in-ગાંધીનગર:
કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથે મુલાકાત કરી હતી.અને બે ધારાસભ્યો મુદ્દે પગલા લેવા અધ્યક્ષને રજૂઆત કરી હતી,અધ્યક્ષ સાથેની મુલાકાત બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસ તરફથી દ્વારકાની બેઠક પર ગેરલાયક ઠરેલા પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ કરવાની તેમજ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની રજુઆત કરવામાં આવી છે.
કોંગ્રેસે રજુઆત કરી હતી કે ઉમેદવારીપત્ર નોંધાવવા સમયે પબુભા માણેકે ઉમેદવારીપત્રમાં કરેલી ક્ષતિઓનો જે મામલો હતો,તેમાં સુપ્રીમ કોર્ટે પબુભા માણેકને સ્ટે ના આપ્યો હોવાથી તેમનું ધારાસભ્ય પદ ત્રણ દિવસમાં રદ કરવામાં આવે. એટલું જ નહીં આ બાબતે જે પણ પગલાં લેવામાં આવ્યા હોય તેની લેખિતમાં જાણ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.