Mysamachar.in-ગાંધીનગર:
પુલવામા આતંકી હુમલાના 12 દિવસ બાદ ભારતીય વાયુસેનાના પાકના કબ્જાવાળા કાશ્મીરમાં આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેનાના મિરાજ વિમાનોએ PoKના બાલાકોટ અને ચાકોટી અને મુઝફ્ફરાબાદમાં જબરજસ્ત બોમ્બ વરસાવી આતંકીઓના કેમ્પોનો ખાતમો બોલાવી દીધો છે. આ હુમલા બાદ ગુજરાત સહિતની તમામ બોર્ડર હાઈએલર્ટ કરવામાં આવી છે,
કચ્છ અને જામનગરના વાયુસેનાનો તમામ સ્ટાફ શસ્ત્રો સાથે સ્ટેન્ડ-ટુમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. કચ્છ બોર્ડર પર પણ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ આર્મીની ત્રણેય પાંખ તૈયાર રખાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. POKમાં ભારતના હુમલાને પગલે આજે ગાંધીનગરમાં યોજાનારી ડીજીપી કોન્ફરન્સને રદ કરી દેવામાં આવી છે. આ સાથે ગૃહવિભાગે ડીજીપીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે, આ બેઠકમાં ગુજરાતની પાકિસ્તાન બોર્ડર અને દરિયાઈ વિસ્તારમાં સુરક્ષાને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. પાકિસ્તાનની બોર્ડર નજીક આવેલા વિસ્તારમાં તેમજ એરબેઝ પર સુરક્ષા અંગે ચર્ચા થઈ રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.