Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણબોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓની પડતી મુશ્કેલીઓમા રાહત મળશે, ધોરણ-૧માં બાળકોને દાખલ કરતા સમય નામ અને અટકની ઘણા વાલીઓ ભુલ કરતા હોવાના કિસ્સા બનતા હોય છે અને બાળક જ્યારે ધો. ૧૦ પાસ થાય ત્યારે લિવિંગ સર્ટિફિકેટમાં રહી જતી નામ અને અટકની ભુલ સુધરતી નથી. જેનાથી સરકારી નોકરીથી માંડી અનેક જગ્યાએ યુવાનોને પરેશાની ભોગવવી પડતી હતી,
પરંતુ હવે ગાંધીનગર શિક્ષણબોર્ડ દ્વારા જે ધો. ૧૦ પહેલા લિવિંગ સર્ટિફિકેટમાં નામ અને અટકમાં રહી ગયેલી ભુલ સુધારવાનો નિયમમાં ફેરફાર કરીને હવે ધો.૧૨ પાસ પહેલા લિવિંગ સર્ટિફિકેટમાં નામ અને અટકમાં સુધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
હવે ધો. ૧૨ સુધી L.C. સર્ટીફીકેટ માં સુધારો કરી શકાશે. જેનાથી દરેક યુવાનો માટે લાઈફટાઈમ બનેલા આ દસ્તાવેજમા સુધારવાની તક મળતા જબરો લાભ થશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.