mysamachar.in:ગાંધીનગર
ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા આજે રદ કરી દેવામાં આવી છે. પેપર લીક થતાં ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી જણાવ્યું હતું કે, પેપર લીક થયું હોવાની તેમને માહિતી મળી છે. જેથી આ પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. તો પેપર લીક કઈ રીતે થયું તે અંગેની તપાસો ચાલી રહી છે,પણ આ પેપર લીક થતા પોતાના જીલ્લાઓ છોડી અને નોકરી મળવાની આશાએ અન્ય જિલ્લાઓમાં પરીક્ષા આપવા માટે ગયેલા કેટલાય વિદ્યાર્થીઓને તો આજે ધોળા દિવસે તારા બતાઈ ગયા હતા,
પેપર લીક મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર ગુજરાત પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અસામાજિક તત્વોએ આ પેપર લીક કર્યું હોવાની આશંકા ને આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ના આધારે તપાસ હાથ ધરી રહી છે,એકાદ મહિનામાં ફરીથી પરીક્ષા લેવામાં આવી શકે છે.લોક રક્ષક દળ ભરતી બોર્ડ અધ્યક્ષ વિકાસ સહાયે પેપર લીક થવા અને ઉમેદવારોએ હેરાનગતિનો સામનો કરવો પડતા દુઃખ વ્યક્ત કર્યું હતું
તો રાજ્ય સરકારે ભારે નીચું જોવા જેવું થનાર આ ભરતી પ્રક્રિયાના સુરસુરિયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપણીએ જાહેરાત કરી હતી કે, આ પરીક્ષા હવે જ્યારે ફરીથી લેવામાં આવશે ત્યારે આજની પરીક્ષાના તમામ ઉમેદવારોને તેમના ઘરથી પરીક્ષા કેન્દ્ર સુધી આવવા જવાનું એસ.ટી. બસ ઉપરાંત રીક્ષા ભાડું રાજય સરકાર તરફથી આપવામાં આવશે.
આજની પરીક્ષા મોકૂફ થતા સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ સામે તો સવાલો ઉઠ્યા છે,જ ઉપરાંત શિક્ષિત બેરોજગારોની પણ મજાક થતા વિવિધ સોશ્યલ સાઈટો પર સરકાર સામે ભારોભાર રોષ યુવાનોનો જોવા મળી રહ્યો છે.
આવી કોમેન્ટોએ સોશ્યલ મીડિયામાં ભારે ટીખળ જગાવી..
-ભલે પરીક્ષા રદ કરી આવવા જવાનું ભાડું અને હોટેલનો ચાર્જ મળી ૨૦૦૦ આપજો
-વળતર નહિ નોકરી જોઈતી હતી
-પેપર લીક થયું એટલે પરીક્ષા કેન્સલ નથી થઇ,પેપરલીક થયાની વાત એ પરીક્ષા રદ થઇ
-પેપર લીક થાય તો પરીક્ષા મોકૂફ,તો ઇવીએમ મા ગોટાળો થાય તો ચુંટણી મોકૂફ?
-પેપર કાચનું હતું એટલે ફૂટી ગયું.?હવે સ્ટીલ નું પેપર આવશે
-કોન્સ્ટેબલ રિટર્ન્સ
-વિકાસ લીક થઇ ગયો
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.