mysamachar.in-ગીરસોમનાથ:ગાંધીનગર
મહારાષ્ટ્ર સરકાર દ્વારા જે રીતે મરાઠાઓ ને અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે,તેને લઈને ગુજરાતમાં ફરીથી પાટીદાર અનામત નો મુદ્દો સળગ્યો છે,તેવામાં આજે ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ તાલાલા રાજ્ય ધોરીમાર્ગનું ખાતમુહર્ત અને આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે આવેલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જયારે પાટીદારોને અનામત અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે..
જે રીતે મહારાષ્ટ્રમા ઓબીસી પંચ ને રજૂઆત કરવામાં આવ્યા બાદ અનામતનો રીપોર્ટ આવેલ છે,ગુજરાતમાં પણ ઓબીસી પંચ દ્વારા સરકાર ને પાટીદારોના અનામત મામલે કોઈ રીપોર્ટ મળ્યો નથી,અને હવે આંદોલનકારી નેતાઓ દ્વારા ઓબીસી પંચ ને રજૂઆત કરવાની જાહેરાત કરી છે.. ત્યારે પંચ દ્વારા સર્વે કરીને રીપોર્ટ સરકારને મળ્યા બાદ અનામત મુદે સરકાર કાર્યવાહી કરશે..નીતિન પટેલના નિવેદન બાદ આજે હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો ગાંઘીનગર ખાતે ઓબીસી કમિશન ના ચેરમેન સુજ્ઞાબેન ભટ્ટને મળવા પહોચ્યા હતા,અને કમિશનની મુલાકાત બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે ઓબીસી પંચ ને ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા મામલે પુરવાઓ સાથે લેખિત રજૂઆત કરવામાં આવેલ છે,તેના જવાબમાં પંચ દ્વારા એક અઠવાડિયામાં જવાબ આપવામાં આવશે અને પંચ દ્વારા આંદોલનકારી પાંચ પાટીદાર નેતાઓને મળશે.
ત્યારે હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે અમને હકારત્મક અભિગમ લાગ્યો છે,અને સરકાર પણ હકારાત્મક અભિગમ દાખવી અને પાટીદારોને અનામત આપે તેવી આશા પણ હાર્દિક પટેલે વ્યકત કરી હતી.