mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રનો આજે છેલ્લો દિવસ હોય સરકારે મહત્વના વિધેયકો પસાર કર્યા છે જેમાં હવે લીકર પરમીટ મેળવવી મુશ્કેલ પડશે અને રાજ્યમાં લીકર પરમીટ મેળવવા માટે ૨૬ મેડિકલ બોર્ડ હતા જેને નાબૂદ કરીને હવે માત્ર 6 જ મેડિકલ બોર્ડને લીકર પરમીટ આપવાની સત્તા સીમીત કરી દેવાઇ છે લીકર પરમીટ કઢાવવા માટે ફોર્મ આરોગ્ય ચકાસણી માટે ૨૦૦૦ની ફી નક્કી કરાઇ છે નવા નિયમો મુજબ કડક જોગવાઈ પણ કરવામાં આવી છે,
ઉપરાંત ગુજરાતમાં ૧૮૨ ધારાસભ્યોને તો જાણે બખ્ખો થઈ ગયો હોય તેમ ધારાસભ્યોના પગાર-ભથ્થામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છેજેમાં મંત્રીઓને ૧.૩૨ લાખ અને ધારાસભ્યોને ૧.૧૬ લાખ પગાર ભથ્થા મળશે,આ પગાર વધારો ૧૯ફેબ્રુ ના રોજથી અમલમાં આવશે જેના કારણે રાજ્યની તિજોરી પર ૧૦હજાર કરોડથી વધુ આર્થિક બોજો પડશે તેવું સૂત્રોમાથી જાણવા મળે છે ધારાસભ્યોના પગાર-ભથ્થા વધારાના આ વિધેયકને કોંગ્રેસ દ્વારા પણ ટેકો આપવામાં આવતા કોઈપણ જાતના વિરોધ વગર પસાર કરવામાં આવ્યું છે,
આમ આજે વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ ગઇકાલથી વિધાનસભા ઘેરાવથી માંડીને આજે સાયકલ રેલીનું આયોજન કર્યું છે પરંતુ ધારાસભ્યોના પગાર-ભથ્થાના તોતિંગ વધારા મામલે ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઈ હોય તેમ કોઈપણ જાતના વિરોધ ના કરીને આવ ભાઈ હરખા આપડે બેઈ સરખા નો ઘાટ ઘડાયો હોય તેવું જોવા મળ્યું.