mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં મહિલાઓના મંગળસૂત્ર, ચેઇન અને કિંમતી ઘરેણાં જેવી સ્નેચીંગની ઘટનાઓને રોકવા સામે કડક હાથે કામ લેવા માટે રાજ્ય સરકાર વટહુકમ બહાર પાડીને નાગરિકો, મહિલાઓને વધુ સુરક્ષા પુરી પાડશે તેવી ગુહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે
ગુહમંત્રીએ આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, વટહુકમને આધારે ચીલ ઝડપનો પ્રયત્ન કરનાર વ્યક્તિને ઓછામાં ઓછી પાંચ અને વધુમાં દસ વર્ષની સખત કેદની સજા અને 25 હજાર દંડ થઈ શકશે, જયારે ચેન જેવી વસ્તુઓ ચોરી જનાર વ્યક્તિને ઓછામાં ઓછા સાત વર્ષની સજા અને 25 હજારનો દંડની જોગવાઈ કરવામાં આવી છે. કલમ 379(ક) 4 હેઠળ ચેન આંચકી જવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ નાસી જવાના ઈરાદાથી કોઈ વ્યક્તિને ઇજા કરે અથવા ઇજા કરવાનો ભય ઉભો કરે તેને પણ વધુ ત્રણ વર્ષની સખત કેદની સજા સૂચવવામાં આવી છે,
આ ઉપરાંત 379(ખ) મુજબ આંચકી લીધેલ મિલ્કત રાખી લેવા માટે કોઈ વ્યક્તિનું મોત નિપજાવવા કે અવરોધ ઉભો કરી મોત કે ઇજા પહોંચાડવા બદલ કે તેમ કરવા પ્રયત્ન કરવા બદલ ઓછામાં ઓછા સાત વર્ષ અને વધુમાં દશ વર્ષની સખત કેદની અને 25 હજારના દંડની જોગવાઈ કરાઈ છે. આ વટહુકમને કારણે ચેન-સ્નેચીંગ ગુન્હા કરતા ગુન્હેગારોને આકરી સજા થઈ શકશે અને તેને કારણે ગુજરાતમાં આવા ગુન્હા બનતા અટકાવી શકાશે તેવું ગુહમંત્રીએ જાહેરાતના અંતે જણાવ્યું હતું.