mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકારમાં નવરાત્રી વેકેશનને લઈને મુખ્યમંત્રીથી માંડીને શિક્ષણમંત્રી સુધી સંકલનના અભાવે ભારે ગોટાળે ચડ્યા બાદ આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરીને નવરાત્રીના વેકેશન અંગે સ્પષ્ટતા કરવાનો વારો આવ્યો છે
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે એ ઉતાવળેથી નવરાત્રીના વેકેશનની જાહેરાત મીડિયાસમક્ષ કરી હતી,અને જે બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવરાત્રીના વેકેશન મામલે પૂછતા "મને ખબર નથી" તેવો જવાબ આપ્યો હતો ત્યારથી નવરાત્રીના વેકેશનને લઈને વિવાદ વકરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પટમાં આવવું પડ્યું હતું અને યુવાધનને હિતમાં નવરાત્રીનું વેકેશન યોગ્ય હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ નવરાત્રીના વેકેશનને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે હોબાળો મચી ગયો હતો અને સરકારના મુખ્યમંત્રીથી માંડી અને મંત્રીઓ સુધી કોઈ જ સંકલન ન હોવાનું છતુ થઈ ગયું હતું તો અધૂરામાં પૂરું હોય તેમ અમુક ખાનગી શાળા સંચાલક મંડળોએ નવરાત્રીના વેકેશનનો જોરદાર વિરોધ પણ નોંધાવ્યો છે,
દરમ્યાન આજે કેબિનેટ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પત્રકાર પરિષદ બોલાવીને નવરાત્રીનું વેકેશન તા.10/10/2018 થી તા.17/10/2018 સુધીનું રહેશે અને આ વેકેશન 7 દિવસનું રહેશે જેની સામે દિવાળી વેકેશનમાં 7 દિવસનો કાપ મુકવામાં આવશે તેવું જણાવ્યું હતું,આમ છેલ્લા ઘણા સમયથી નવરાત્રીના વેકેશનને લઈને ગુજરાત સરકાર ગોટાળે ચડ્યા બાદ આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવતા સરકારના આબરૂના ધજાગરા બહાર આવ્યા છે.