Mysamachar.in:રાજકોટ:
હજુ તો ગઈકાલે જ કેબીનેટમાં રાજ્યના મુખ્યમંત્રીએ રસ્તે રઝળતા પશુઓ મુદ્દે આકરી કાર્યવાહીના આદેશને કલાકો જ વીતી છે ત્યાં રાજકોટ જીલ્લાના જેતપુરમાં આખલાઓની લડાઈમાં સ્કુલ રીક્ષાનો ખો થયો છે.જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં આજે બપોરે 12 વાગ્યા આસપાસ બે આખલા યુદ્ધ પર ઊતરી આવ્યા હતા, જેમાં એક આખલાની જોરદાર ટક્કરથી 10થી વધુ વિદ્યાર્થી ભરેલી ચાલુ રિક્ષા રિક્ષા ઊંધી વળી ગઈ હતી, આથી વિદ્યાર્થીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા અને ચિચિયારી કરવા માંડ્યા હતા. જોકે સદનસીબે આ બનાવમાં એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.