Mysamachar.in-સુરેન્દ્રનગર:
રાજ્યમાં આજે સવારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, સુરેન્દ્રનગર જીલ્લા પાસેથી પસાર થતા લીંબડી અમદાવાદ હાઈવે આજે મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. પેસેન્જર વાહન ડમ્પર પાછળ ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે, કાનપરા પાટીયા પાસે સર્જાયેલા આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. તો 1 વ્યક્તિને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.