Mysamachar.in- દુર્ગેશ મહેતા:સુરેન્દ્રનગર:
આજનો દિવસ રાજ્યમાં અકસ્માતોની ઘટનાઓને લઈને ગોજારો દિવસ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, વહેલી સવારે વડોદરા નજીક અકસ્માતમાં 11 લોકોના મોત બાદ સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, આજે વહેલી સવારે સુરેન્દ્રનગર-લખતર રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ જતા 4 લોકોનાં ઘટનાસ્થળે મૃત્યું થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. દુર્ઘટના બાદ લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી, વધુમાં જાણવા મળતી વિગતો મુજબ લખતરનો પરિવાર ભગુડા દશૅન કરીને પરત ફરતા બની ધટના સર્જાઈ જેમાં કારમાં સવાર 3 મહીલા અને 1 પુરૂષ સહિત કુલ 4 વ્યકિતના ધટના સ્થળે મોત નિપજયા એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, અકસ્માત એટલો ગંભીર હતો કે કારને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા, ઘટના બાળા 108 એમ્બ્યુલન્સ અને વઢવાણ લખતર પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.