Mysamachar.in-સુરેન્દ્રનગર:દુર્ગેશ મહેતા
રાજ્યમાં દિનપ્રતિદિન હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સવાર સવારમાં સામે આવી છે, સુરેન્દ્રનગર- વિરમગામ હાઈવે પર લખતર ગામ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે, ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં એક બાળક સહીત 3 ના મોત નીપજતા ભારે ગમગીની છવાઈ ચુકી છે, ઘટનામાં અન્ય ત્રણ લોકોને પણ ઈજાઓ પહોચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.