Mysamachar.in-સુરેન્દ્રનગર
અમદાવાદ રાજકોટ હાઈવે પર દારૂનું વેચાણ અને હેરાફેરી કાઈ નવી વાત નથી, હા..પોલીસ છાશવારે આ હાઈવે પરથી દારુના જથ્થાઓ ઝડપી પાડતી હોય છે, ત્યારે વધુ એક વખત ચોટીલા નેશનલ હાઇવે ઉપર રાજકોટ તરફ જતાં હાઇવે રોડ ઉપર આવેલ નાગરાજ હોટલની પાછળથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી ઇગ્લિશ દારૂ ભરેલ કન્ટેનર તથા બોલેરો પીકઅપ તથા ત્રણ ફોર વ્હિલ ગાડી તથા એક બુલેટ સાથે વિદેશી દારૂનો મસમોટો જથ્થો પોલીસને ઝડપી પાડવામાં સફળતા મળી છે,
ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર બી.કે.પટેલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે કનુભાઈ ભીજભાઈ ધાધલ રહે ખેરડી તા. ચોટીલા વાળા પોતાની નાગરાજ હોટલની પાછળની સાઇડે આવેલ ખુલ્લી જગ્યામાં તેઓ તથા જેઠુરભાઈ રામભાઇ ખાચર રહે. ઠીકરિયાળા. તા. વાંકાનેર તથા જીતુભાઈ જસાભાઈ ભાંભળા રહે. ચામુંડાનગર ચોટીલા વાળાઓ ભારતીય બાનવટનો પરપ્રાંતિય ઇગ્લિશ દારૂનો જથ્થો એક કન્ટેનર મારફતે માંગવી દારૂનું કટીંગ કરતાં હોય તેવી ચોક્કસ અને હકીકત આધારે રેઇડ કરતાં ઇગ્લિશ દારૂની હેરાફેરી કટીંગ કરતાં ઇગ્લિશ દારૂની નાની મોટી બોટલો કુલ બોટલ નંગ 15,768 કી.35,56,800/- તથા વાહનો જેમાં કન્ટેનર રજી.નં MH -46- AR-0177 કિ.રૂ.15.00.000/- તથા બોલેરો ગાડી i20 ગાડી, સ્કોર્પિઓ ગાડી,સ્વીફટ ગાડી, બુલેટ મો.સા. વાહનો -6 ની કુલ કિ. રૂ. 34,80,000/- તથા ફોન-4 કિ.રૂ.15500/- મળી કુલ કિ.રૂ. 70,52,300/- નો મુદામાલ તથા ત્રણ આરોપીઓ રેઇડ દરમ્યાન પકડાયેલ હોય જેઓના વિરુદ્ધ પ્રોહી ધારા હેઠળ ગુન્હો દાખલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.