• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, July 4, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ચાલુ વાહનોમાં તાલપત્રી કાપીને ચોરી કરતી ગેડિયા ગેંગ આવી પોલીસના હાથમાં..

My Samachar by My Samachar
February 19, 2020
in સુરેન્દ્રનગર
Reading Time: 1 min read
A A
ચાલુ વાહનોમાં તાલપત્રી કાપીને ચોરી કરતી ગેડિયા ગેંગ આવી પોલીસના હાથમાં..
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-સુરેન્દ્રનગર:

તસ્કરોની ચોરી કરવાની અલગ અલગ મોડસ ઓપરેન્ડી હોય છે, અને તે મુજબ જ તેવો ચોરીઓને અંજામ આપતા હય છે, પણ સુરેન્દ્રનગર પોલીસને એક એવી ગેંગ હાથ લાગી છે જે હાઈવે પરથી પસાર થતા ટ્રક જેવા મોટા વાહનોની તાલપત્રી કાપીને ચોરીને ઘટનાઓને લાંબા સમયથી અંજામ આપતી હતી, અત્યારસુધીમાં આ ગેંગે કેટલીય ચોરીને અંજામ આપ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જ કબુલી લીધું છે, ગેડિયા ગેંગ પોલીસને હાથ લાગતા પોલીસને મોટી સફળતા મળી છે, આ ગેંગે સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, રાજકોટ અને મોરબી સહિતના જિલ્લામાં 122 વાહનોમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.

લીંબડી નેશનલ હાઇવે ઉપર ચોરી કરવા ગેડિયા ગેંગ ત્રાટકી હોવાના ખબર મળતા લીંબડી પીએસઆઇ એસ.એસ.વરૂએ ગેંગનો પીછો કર્યો હતો. તે લીંબડી લખતર રોડ ઉપર પોલીસ અધિકારીની ગાડીને ટકકર મારીને ગેંગ ભાગી ગઇ હતી.ત્યારબાદ પણ હાઇવે ઉપર ચોરીના બનાવો ચાલુ રહ્યા હતા. એવામાં આરોપીઓનું પગેરૂ દબાવવા માટે એલસીબી ટીમે ગેડિયા પંથકમાં ખાનગી રાહે ધામા નાખ્યા હતા. જેમાં બે ઇનાવોકાર અને આરોપી ગેડિયાથી ફુલકી ચોકડીના રસ્તે વિરમગામ તરફ જતા હોવાની હકીકત મળી હતી.


પીએસઆઈ વી.આર.જાડેજાએ એલસીબી ટીમ સાથે ઉપરીયાળા ફાટક પાસે કોર્ડન કરીને ગેંગને પડકારી હતી. પોલીસ આવ્યાની જાણ થતાની સાથે આરોપીઓએ ગાડી મારી મુકી હતી. પરંતુ સંપુર્ણ તૈયારી સાથે ત્રાકેલી પોલીસે ગેડિયા ગેંગના પાંચ આરોપીને પકડી લીધા હતા. તેમની પાસેથી ચોરી કરેલો ઘર વપરાશનો સામાન, રોકડ ,વાહનો તથા ઘાતક હથીયારો સાથે 13.98 લાખનો મુદામાલ મળી આવ્યો હતો. પકડાયેલા ખુંખાર આરોપી પૈકી ગેડીયાનો વસીમ બીસ્મીલ્લાખાન મલેક દારૂના અનેક ગુનાઓ આચરી ચુકયો છે. ઉપરાંત માંડલના ખુન કેસમાં પણ પકડાયો હતો.તે જેલમાંથી છુટયા બાદ આઠ મહિના પહેલા પેરોલ જંપ કરેલો છે.આ ગેંગે સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, રાજકોટ અને મોરબી સહિતના જિલ્લામાં 122 વાહનોમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.


ઝડપાયેલી ગેડિયા ગેંગની ચોરી કરવાનો  એમઓ એવી છે કે  તેનાથી તેને ઝડપી પાડવા પણ મુશ્કેલ હતા, ગેંગ  સામાન ચોરવા માટે ગેંગ આગળ જતી ટ્રકની પાછળ લાઇટ બંધ કરીને પોતાની પીકઅપ વાહન ચલાવે છે. ચાલુ પીકઅપે બોનટ ઉપર ચડી જઇને એક સાગરીત આગળ જતી ટ્રકમાં ચડી જાય છે. અને બીજો પીકઅપના બોનટ ઉપર ઉભો રહે છે. ટ્રકની તાડપત્રી તોડીને તેમાંથી સામાન ચોરી કરીને 50થી 60ની રનીંગ સ્પીડે બોનટ ઉપર ઉભેલો શખ્સ સામાન લઇ લે છે.અને આમ તાલપત્રી રસ્સા કાપીને ચાલુ વાહને જ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવે છે. પોલીસે ગેડિયા ગેન્ગના આરોપીઓ વસીમખાન બીસ્મીલાખાન મલેક, અલી નથુભાઇ લાડક, જસવંત ઉર્ફે જસો કાળુભાઇ સોયા, અમજીતખાન રસુલખાન મલેક, સીરાજખાન રહીમખાન મલેક,  આ તમામ ને ૩ લાખનો ચોરાઉ મુદામાલ, ૯૦ હજાર રોકડા, બે ઈનોવા કાર સહીત ૧૪ લાખના મુદામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે, અને વધુ કેટલાક ગુન્હાઓનો ભેદ પણ ઉકેલાઈ તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

પૈસા ફેંકો, તમાશા દેખો: 2 આચાર્ય, 2 નિવૃત શિક્ષકો લાંચમાં ઝડપાયા.!

July 3, 2025
શિક્ષક-વર્ગ ઘટ: જામનગર અને દ્વારકા જિલ્લાઓની સ્થિતિઓ અત્યંત કંગાળ !!

‘હોંશિયાર’ ખાનગી શાળાઓ ગમે તેટલી ફી વસૂલી શકે : કોઈને કાંઈ વાંધો છે ? સરકારે પૂછ્યું…

July 3, 2025
ટાઉનહોલ રીનોવેશનમાં ખર્ચાઈ ગયા 7 કરોડ….

જામનગરના ટાઉનહોલ પાછળ કરોડોના ખર્ચ પછી, હવે વધુ રૂ. 67 લાખનો ખર્ચ…

July 3, 2025
બિસ્માર રસ્તાઓ રાજ્યની કેબિનેટ બેઠકમાં ગાજી ઉઠ્યા..!!

બિસ્માર રસ્તાઓ રાજ્યની કેબિનેટ બેઠકમાં ગાજી ઉઠ્યા..!!

July 3, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

પૈસા ફેંકો, તમાશા દેખો: 2 આચાર્ય, 2 નિવૃત શિક્ષકો લાંચમાં ઝડપાયા.!

July 3, 2025
શિક્ષક-વર્ગ ઘટ: જામનગર અને દ્વારકા જિલ્લાઓની સ્થિતિઓ અત્યંત કંગાળ !!

‘હોંશિયાર’ ખાનગી શાળાઓ ગમે તેટલી ફી વસૂલી શકે : કોઈને કાંઈ વાંધો છે ? સરકારે પૂછ્યું…

July 3, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®