Mysamachar.in-સુરેન્દ્રનગર:
ગુજરાત સરકાર ભલે પારદર્શક વહીવટની વાતો કરે, પરંતુ હમણાં છેલ્લા દિવસોમાં ચોટીલામાં થયેલ જમીન કૌભાંડમાં ત્રણ અધિકારીઓ સંડોવણી ખુલતા આ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો ભંડાફોડ થયો હતો. તેવામાં મહેસૂલ વિભાગમાં કેવી લાલિયાવાડી ચાલે છે, તેનો એક મામલતદારે ખુલાસો કરીને સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી કરીને તેમની આ અરજી સ્વીકારવામાં નહીં આવે તો આત્મદાહ કરવાની ચીમકી આપતા મહેસુલ વિભાગ માં સોપો પડી ગયો છે,
સરકારની નીતિ-રીતીથી કંટાળીને દોઢ વર્ષમાં પાંચ વખત બદલી થતા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મામલતદાર જી.એમ.મહાવદીયાએ સ્વેચ્છિક VRS માંગ્યું છે. આ સાથે લેખિતમાં રાજય સરકારના મહેસૂલ વિભાગના અગ્રસચિવને એમ પણ જણાવ્યું કે દોઢ વર્ષમાં પાંચ વાર બદલીથી કંટાળી આત્મદાહ સિવાય કોઈ વિકલ્પ નથી. માટે તારીખ 4/3/19 બાદ કોઈપણ સ્થળે કોઈપણ જગ્યાએ આ અંતિમ પગલું ભરવા હું મજબૂર થયો છું. આમ મામલતદાર દ્વારા રાજ્ય સરકારના મહેસૂલ વિભાગમાં નોકરી કરીને કેવા કંટાડી ગયા હશે કે તેમને આવો નિર્ણય લેવો પડ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.