mysamachar.in-સુરેન્દ્રનગર:
પાટડીમા એક યુવકનું અપહરણ કરી માર માર્યાની ઘટના સામે આવી છે,યુવાનનું ધોળા દિવસે ચાર શખ્સો દ્વારા અપહરણ કરવાની આ ઘટનામાં 25 વર્ષના જયદીપ નામના યુવાનનું પ્રેમ પ્રકરણ બાબતે ઇકો ગાડીમાં બેસાડી યુવાનને રણમાં લઇ જઇ છરી બતાવી ધોકા વડે હાથે અને પગમાં આડેધડ માર મારવામા આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અપહરણ કરનાર શખ્સો નાસી છુટયા હતા..
જે બાદ મોડી સાંજે અપહ્યુત યુવકનો છુટકારો થતાં પાટડીના જયદીપ નામના યુવકે ચાર શખ્સો સામેં પાટડી પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.પ્રેમપ્રકરણમા યુવકનું અપહરણ કરી અને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનું હાલ સામે આવી રહ્યું છે.