Mysamachar.in-સુરેન્દ્રનગર:
આજે સવારના સમયે ચોટીલા રાજકોટ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે,બામણબોરના નજીક થયેલ આ અકસ્માત ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો.અકસ્માત એ રીતે થયો કે 2 વ્યક્તિઑના તો ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.જ્યારે અન્ય 2 વ્યક્તિ ને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જે રીતે વિગતો મળી રહી છે તે પ્રમાણે અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ જતાં પોલીસેઆગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.