Mysamachar.in:રાજકોટ
છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્ર કચ્છમાં વીજચોરીનું દુષણ સતત ને સતત વધી રહ્યું છે, લોકો વીજવપરાશ તો કરે છે પણ કેટલાક લોકો એવા છે જે વીજચોરી કરી અને સરકારની તિજોરીની આર્થિક ફટકો પહોચાડે છે, ત્યારે આવા તત્વોને ઝડપી પાડવા પીજીવીસીએલ દ્વારા સમયાંતરે ડ્રાઈવ યોજી અને વીજચોરી ઝડપી પાડવામાં આવતી હોય છે,
સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા એક અઠવાડિયામાં જ છ કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે, તેમજ માત્ર એપ્રિલ મહિનામાં જ 25 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. તો એક જ વર્ષમાં 218 કરોડ રૂપિયાની ખુબ મોટી કહી શકાય તેવી વીજ ચોરી ઝડપી પાડવામાં પીજીવીસીએલની ટીમોને સફળતા મળી છે એક વર્ષમાં સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 694438 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 84143 વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાઈ હોવાના આંકડાઓ જાહેર થયા છે. જે સ્પષ્ટ કરે છે કે વીજચોરી કરનાર ઈસમોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.
જાહેર થયેલા આંકડાઓ પર નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રના અલગ અલગ શહેર અને જિલ્લાની છેલ્લા એકવર્ષમાં ઝડપાયેલ વીજચોરીના આંકડાઓની વાત કરવામાં આવે તો રાજકોટમાં 2013.16 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, રાજકોટ ગ્રામ્યમાં 2333.46 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, મોરબીમાં 1526.01 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, પોરબંદરમાં 1625.73 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, જામનગરમાં 2565.79 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, ભુજમાં 821.55 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, અંજારમાં 1585.37 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, જુનાગઢમાં 1513.94 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, અમરેલી 1899.39 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ બોટાદમાં 1013.00 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, ભાવનગરમાં 2957.73 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, સુરેન્દ્રનગરમાં 1990.37 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ આમ સૌરાષ્ટ્ર કચ્છમાંથી કુલ 21845.47 રૂપિયાની વિજ ચોરી ઝડપાય છે.