Mysamachar.in:રાજકોટ
નાના બાળકો ક્યારેક રમતમાં ને રમતમાં બટન, સિક્કો કે રબર ગળી જતાં હોય છે કે જેથી બાળકોને મુશ્કેલી સર્જાય છે.અને પરિવાર પણ ચિંતામાં મુકાઈ જાય છે, જોકે મોટાભાગના કિસ્સાઓમાં સફળ ઓપરેશન દ્વારા એ વસ્તુ બહાર નિકાળવામાં આવતી હોય છે. આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. રાજકોટમાં છેલ્લા કેટલા વર્ષોથી મૂળ રાજસ્થાનના મદનભાઈ ત્રિવેદી પરિવાર રહે છે. તેમની 10 વર્ષની પુત્રી સુહાનીએ ત્રણ મહિનાથી નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું. જેથી તેમણે અનેક જગ્યાએ સારવાર કરાવી હતી તેમ છતાં કોઈ ફેર પડ્યો ન હતો. આ દરમ્યાન તેઓએ રાજકોટમાં વિદ્યાનગર રોડ સ્થિત કાન નાક ગળાના સર્જન ડૉ.હિમાંશુ ઠક્કરને ત્યાં તપાસ કરાવી હતી. જ્યાં ડોક્ટરે દૂરબીન વડે સુહાનીના નાકમાંથી એક ઇંચ જેટલા રબરના ટુકડાને બહાર કાઢ્યો હતો.
ડોક્ટરે સુહાનીના નાકમાંથી એક ઇંચ જેટલા રબરના ટુકડાને સફળતાપૂર્વક બહાર નીકળી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજકોટના સર્જન ડૉ.હિમાંશુ ઠક્કરે દૂરબીનથી તપાસ કરી તો ખબર પડી કે, સુહાનીના નાકની જમણી બાજુમાં કઈક ફસાયેલુ છે. જે બાદમાં ઓપરેશન થિયેટરમાં લઈ જઈને તપાસ કરતાં પોણા ઇંચનો રબરનો ટુકડો સફળતાંપૂર્વક બહાર કઢાયો હતો. મહત્વનું છે કે, આ રબરના ટુકડાને લીધે જ બાળકીને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હતો.
સમગ્ર મામલે તબીબે જણાવ્યું હતું કે, નાના બાળકો રમતાં-રમતાં ક્યારેક કાન-નાક કે ગળામાં કોઈ વસ્તુઓ નાખી દેતાં હોય છે. અને તેના કારણે કેવિ ગંભીર પરિસ્થિતિ ઉદભવે તેનો તાજેતરનો કિસ્સો અમારી હોસ્પિટલમાં સામે આવ્યો છે. હિમાની ત્રિવેદી નામની બાળકીને છેલ્લા કેટલા દિવસોથી નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી અને લોહી નીકળતું હતું. અમે દૂરબીનથી તપાસ કરી તો નાકમાં કઈ પીળા કલરનું છે. જે બાદમાં અમે ગણતરીની મિનિટોમાં જ ઓપરેશન થિયેટરમાં લઈ જઈ તપાસ કરતાં સુહાનીના નાકમાંથી એક રબ્બરનો ટુકડો નિકાળવામાં આવ્યો હતો. જેનાથી બાળકી પણ પીડામુક્ત બની છે તો પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો છે.