Mysamachar.in-રાજકોટ:
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અંધશ્રદ્ધાની આડમાં અલગ અલગ જિલ્લાઓમાં એવી કેટલીય ઘટનાઓ સામે આવી કે જેમાં સત્તના પારખા કરાવવા એક પક્ષ બીજા પક્ષ ના લોકોને ઉકળતા તેલમાં હાથ નખાવે છે, જો કે આવા મામલામાં ફરિયાદી ફરિયાદ કરવા આગળ આવે તો પોલીસ ફરિયાદ દાખલ થાય છે, આવો જ વધુ એક વખત અંધશ્રદ્ધાની હદ પાર કરતો કિસ્સો જેતપુરમાં સામે આવ્યો છે, અજાણ્યા શખસે પોતાની પત્ની સાથે સંબંધ હોવાની શંકાના આધારે મહિલા સહિત અન્ય બે શખસો સાથે મળી વિક્રમ ભગવાનજીભાઈ જાદવ નામના યુવાનનું અપહરણ કર્યું હતું.
યુવકનું અપહરણ કર્યા બાદ માતાજીના મઢમાં લઇ જઈ અને અને જો તારે મારી પત્ની સાથે સંબંધ ન હોય અને તું સાચો હોય તો ધગધગતા તેલના તાવડામાં હાથ નાખ તેવું કહ્યું હતું. પરંતુ યુવાને હાથ ન નાખતા મહિલાએ વાળ પકડ્યા અને ત્રણ શખસોએ યુવાનનો હાથ તાવડામાં નાખ્યો હતો. હાથ બળી જતા ત્રણેય શખસોએ છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવાન લાત મારી ભાગી ગયો હતો અને સીધો જેતપુર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. હાલ વિક્રમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ મહિલા સહિત ચારેય શખસો વિરૂદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.
.