Mysamachar.in-રાજકોટ
આજે બપોરના સુમારે રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલા જીવરાજપાર્કમાં એક બિલ્ડીંગનું રિનોવેશન ચાલી રહ્યું છે. ત્યારે આજે અચાનક ચોથા માળે સ્લેબ ધરાશાયી થતા ત્યાં કામ કરતા ત્રણ શ્રમિક શિવાનંદ, રાજુ ખુશાલભાઇ સાગઠિયા અને સુરજકુમાર કાટમાળ નીચે દબાયા હતા. જોકે, શિવાનંદ અને રાજુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સુરજકુમારને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ કાટમાળ હટાવવાની કામગીરી કરી હતી. જોકે, એક જ શ્રમિકને બચાવી શકી હતી. જ્યારે બે શ્રમિકોના મૃતદેહ હાથ લાગ્યા હતા. પોલીસે ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. જ્યારે બે શ્રમિકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.