Mysamachar.in-રાજકોટ:
રાજકોટ:છારા ગેંગ…આ નામ ગુન્હાહિત આલમમાં ખુબ જાણીતું નામ છે,અમદાવાદની છારા ગેંગની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તાજેતરમાં રાજકોટ શહેર વિસ્તારમા આવેલ આંગડીયા પેઢીમાંથી પૈસા લઈ નીકળતા શહેરના નાગરીકોને ટાર્ગેટ બનાવી તેઓની નજર ચુકવી તેઓના ફોર-વ્હીલ કારના કાચ તોડી તેમજ ટુ-વ્હીલની ડેકીમાંથી રોકડ રૂપિયાની ઉઠાંતરી કરી ચોરી થયા અંગેના બનાવ સબંધે રાજકોટ શહેર એ ડીવીઝન તથા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમા બનાવ પોલીસ ચોપડે જાહેર થયા હતા,ત્યારે પોલીસ પણ આ આવા ગુન્હાઓમા ચોક્કસ ગેન્ગનો હાથ હોય તેને ઝડપી પાડવા સતત સક્રિય હતી,દરમ્યાન પોલીસને માહિતી મળી કે આ બનાવને અંજામ આપવામાં "અમદાવાદની નામચીન છારા ગેંગ" સક્રીય છે. જે હાલ રાજકોટ શહેર તથા આજુ-બાજુના વિસ્તારમાં આવેલ આંગડીયા પેઢીની ઓફીસોની રેકી કરી મોટા બનાવ લુંટ/ચોરીને અંજામ આપવાની પ્લાનિંગમા છે. જેને બાતમી આધારે રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી છે,
ઝડપાયેલા આરોપીઓ પોતાના મોટરસાયકલમાં બોગસ નંબર પ્લેટ બનાવી અને લગાડી પછી શહેર વિસ્તારમા આવેલ આંગડીયા પેઢીના નામ સરનામા મેળવી અલગ અલગ જગ્યાઓએ આવેલ આંગડીયા પેઢીની ઓફીસોની રેકી કરી વધારે ભીડભાડવાળી જગ્યાઓએ મોઢા પર રૂમાલ બાંધી તથા માંથે ટોપી પહેરી ગોઠવાય જતા હતા,અને આંગડીયા પેઢીમાંથી કોઈ નાગરીક પૈસા લઈ નીકળે અને પોતાના ફોર વ્હીલ અથવા ટુ-વ્હીલ વાહનોમાં પૈસા મુકી રવાના થાય તુરંત જ તેની પાછળ તેની ગેંગના માણસો જઈ તેઓની નજર ચુકવી તેઓ પાસે રહેલ ડીસમીસથી ગાડીના કાચ તોડી અથવા ટુ-વ્હીલ હોય તો ડીસમીસ દ્વારા ડીકી તોડી પૈસા લઈ જઈ નાશી ગુન્હાઓ ને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે,
પોલીસે ત્રણ આરોપી મનિષ કનૈયાલાલ સેવાણી, ઇન્દર બંશીધર હરવા, લીંબાભાઇ બહાદુરભાઇ પરમાર ની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય પાસેથી 2 લાખ 35 હજાર રોકડા, ઇનોવા કાર, યુનિકોન મોટરસાયકલ, મોટરસાયકલની અસલી નંબર પ્લેટ, નંબર પ્લેટ ફીટ કરવાના પાના સહિત 10 લાખ 68 હજારનો મુદ્દામાલ કબ્જે કરી અને વધુ તપાસ હાથ ધરી છે.