Mysamachar.in-રાજકોટ:
આજના સમયમાં બાળકોને માતા-પિતા શું કોઈ બાબતે ઠપકો પણ ના આપી શકે…શું માતા પિતાને એટલો પણ હક્ક નથી,આ સવાલ ત્યારે થાય જયારે માતા-પિતા ઠપકો આપે અને સંતાનો આડું પગલું ભરી લે…આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે,રાજકોટમાં રહેતી કિરણને માતાએ અભ્યાસ માટે ઠપકો આપતા ૧૧માં ધોરણની આ વિદ્યાર્થિનીએ પોતાની જાત જલાવી હતી. ગંભીર રીતે દાઝી જવાથી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.