Mysamachar.in-રાજકોટ:
સૌરાષ્ટ્રમા હનીટ્રેપના કિસ્સાઑમા દિન-પ્રતિદિન સારા ઘરના લોકો ફસાઈ ચૂકયા બાદ અંતે પોલીસના શરણે જાય છે,ત્યારે હનીટ્રેપનો વધુ એક ચોકાવનારો કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો છે,ધોરાજીમાં થયેલ હનીટ્રેપમા કુખ્યાત એવી પાયલ બુટાણીનું નામ સામે આવ્યું છે.પાયલ બુટાણી અગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકી છે.
આ કેસની મળતી વિગતો મુજબ કુખ્યાત પાયલ બુટાણી અને તેની ટોળકીના ૫ ઇસમો એ ધોરાજીના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. જે બાદમાં વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.હનીટ્રેપમાં ફસાવ્યા બાદ પાયલ બુટાણી અને તેની ટોળકીએ વેપારી પાસેથી રૂ.20 લાખની માંગણી કરી હતી.જેથી સમગ્ર મામલે વેપારીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.પાયલ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે.આ મામલે પોલીસે મંગળવારે પાયલ સહિત પાંચ લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.પાયલ બુટાણી સૌરાષ્ટ્રમાં લેડી ડોન તરીકે પણ જાણીતી છે.