Mysamachar.in-રાજકોટ:
થોડા દિવસો પૂર્વે રાજકોટના ગોંડલ રોડ પરથી જ્યારે એક મોટરસાઈકલમાં ટ્રીપલ સવારીમાં ત્રણ લોકો નીકળ્યા ત્યારે ટ્રાફિકની ફરજ પરના રાહીદભાઈ અબ્દુલભાઇ સમાએ મોટરસાઇકલ સવાર પાસેથી લાંચની માંગણી કર્યાનો VIDEO સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો હતો અને VIDEO વાઇરલ થતા તાત્કાલિક આ પોલીસકર્મીને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો હતો,
જે બાદ આ VIDEO વાઇરલ થવાના કેસમાં ACB પીઆઇએ જાતે ફરિયાદી બનીને પોલીસકર્મી રાહીદ સમા અને ટ્રાફિક બ્રિગેડના અશ્વિન કીહોર ભ્ર.નિ.અધિ.૧૯૮૮,(સુધારો -૨૦૧૮) ની કલમ,૭-a-b,૧૨,૧૩(૨) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે,
તા.૨/૫/૧૯ ના રોજ પોતાની ટ્રાફીક નિયમનની ફરજ દરમ્યાન મોટરસાઇકલ ચાલક પાસેથી દંડની રકમ રૂ.૧૫૦૦/- ભરવા જણાવેલ અને બાદ મા કોઇપણ જાત ની પહોંચ આપ્યા વગર રૂ.૫૦૦/- ની લાંચની રકમ લઈ લીધેલ અને બાદમા સાહેદે આ બાબત મોબાઇલમા શુટીગ કરી લીઘેલની જાણ થતા પાછળ થી પોલીસ સ્ટેશન લઇ જઈ રૂ.૫૦૦ ની પાવતી આપી દઇ, લાંચ લેવાની કોશિશ કરી, પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો પોતાના અંગત લાભ સારુ દુરઉપયોગ કરી, ગુન્હો કરવામા એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યો હોય હવે આ મામલે ACB દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.