Mysamachar.in-રાજકોટ:
જામનગરમાં ડુપ્લિકેટ ATM કાર્ડ બનાવીને છેતરપીંડી આચરતા 5 નબીરાઓને પોલીસે તાજેતરમાં જ ઝડપી લીધા હતા. ત્યારે ATM, ડેબિટ કાર્ડના વ્યવહારો પણ હવે સલામત રહ્યા નથી. તેવામાં લોકોની નજર ચૂકવીને ATM બદલાવી ગુજરાતમાં ૨૦ અને મહારાષ્ટ્રમાં ૧૧૦ વાર ATMમાંથી નાણા ઉપાડી લાખોની છેતરપિંડી કરતા સુરતના ધીરજકુમાર પંચાલને જુદી જુદી બેંકના ૨૦ એટીએમ કાર્ડ સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આજે ઝડપી લેતા છેતરપીંડીનો મોટો ખુલાસો થયો છે,

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં સુરતના ધીરજ પંચાલએ પાલનપુરમાં ATM કાર્ડ છેતરપિંડીથી કરીને મેળવ્યા ૭૯ હજાર, સુરત અમરોલી ચાર રસ્તા પાસેથી ૪૫ હજાર, સુરત સરથાણા વિસ્તારમાંથી ૫૩ હજાર, સુરત કતારગામ ગજેરા સ્કૂલ પાસેથી ૬૦ હજાર, સુરત સચીન જીઆઇડીસી વિસ્તારમાંથી ૨ લાખ ૫૦ હજાર, સુરત અમરોલી વિસ્તારમાંથી ૩૦ હજાર, સુરત મીનીબજાર પાસેથી ૪૦ હજાર, ખેડામાંથી ૮૨ હજાર, વાંકાનેરમાંથી ૨૫ હજાર, અમદાવાદ સરદારનગર વિસ્તારમાંથી ૮૦ હજાર, મહારાષ્ટ્રના અહેમદનગરમાં ૧ લાખ ૩ હજાર, મહારાષ્ટ્રના જાલના શહેરમાં ૭૯ હજાર વગેરે સ્થળોએથી અત્યાર સુધીમાં લાખો રૂપિયાની રકમ ATMથી ઉપાડી લીધાની કબૂલાત આપી છે. ત્યારે હાલ તો આ શખ્સ પાસેથી ૨ હજાર રોકડા, એક મોબાઇલ અને એક સ્વીફ્ટ કાર સહિત ૬,૧૭,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, ત્યારે આ શખ્સ પાસેથી વધુ વિગતો ઓકાવવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.