Mysamachar.in-રાજકોટ:
આમ તો ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ ઠેર-ઠેર દારૂ ઝડપાઇ રહ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. તેવામાં દારૂની મહેફીલ પર દરોડા પાડવા ગયેલ પોલીસ પર હુમલો કરીને ૪ શખ્સો પીધેલાને ભગાડી ગયાનો બનાવ રાજકોટમાં સામે આવતા ભારે ચકચાર જાગી છે,


આ બનાવની વાત જાણે એમ છે કે, રાજકોટના માયાણીનગરમાં ખીજડાવાળા રોડ પર એક પાનની દુકાનમાં દારૂની મહેફીલ માણતા પૃથ્વીરાજસિંહ ડાભી, સિધ્ધરાજસિંહ સોલંકી અને ધવલ પાનવાળાને માલવીયા નગર પોલીસે દરોડા પાડીને ઝડપી લીધા હતા. આ કાર્યવાહી ચાલુ હતી ત્યારે ત્યાં સંજયસિંહ ડાભી, યુવરાજસિંહ ડાભી અને બે અજાણ્યા શખ્સો ત્યાં આવીને પોલીસ સાથે ઝપાઝપી કરીને સિધ્ધરાજસિંહ અને ધવલ પાનવાળાને ત્યાંથી ભગાડી રફુચક્કર થઇ ગયા હતા, ત્યારે માલવીયા નગર પોલીસે ફરિયાદ નોંધીને નાસી છૂટેલ ૬ શખ્સોની શોધખોળ હાથ ધરી છે


જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.