mysamachar.in-રાજકોટ
રાજકોટ શહેર ધીમી ગતિએ પણ ક્રાઈમ સીટી બની રહ્યું હોય તેવા એક બાદ એક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે,એવામા રાજકોટના નામચીન એવા જંગલેશ્વર વિસ્તારમાં થી પોલીસએ દરોડા પાડી ને એક શખ્સ ને ઘાતક હથિયારો સાથે ઝડપી લેતા ભાગદોડમાં બે શખ્સો નાશી છુટ્યા હતા,ત્યારે ઝડપાયેલા આ શખ્સ રાજકોટમાં જુદા જુદા વિસ્તારોમાં આ હથિયાર સપ્લાય કરવા જતો હોવાનું ચોંકાવનારો ઘટસ્ફોટ પણ પોલીસની પ્રાથમિક તપાસમાં થયો છે,
ભક્તિનગર પોલીસ સ્ટાફ ગતમોડીરાત્રી ના કોમ્બિંગ નાઈટ રાઉન્ડ દરમિયાન હતા ત્યારે જંગલેશ્વર મેઈન રોડ,એકતા કોલોની પાસે એક નંબર વગરની એક્ટીવા સવાર ઈમ્તિયાઝ પરમાર જે એક્ટીવામા અલગ અલગ બાર જેટલા ઘાતક હથિયારો જેવા કે તલવાર,ઘારીયું,ફરસી,સ્ટમ્પ,બેજ્બોલના ધોકા,લોખંડના પાઈપ,વગેરે સાથે રાખી ને નીકળતા પોલીસ એ તેને ઝડપી લીધો હતો,જયારે તેની સાથે ના અશફાક દરજી અને ફેસલ બ્લોચ અંધારાનો લાભ લઈને નાશી છુટ્યા હતા,
દરમિયાન પોલીસની પુછપરછમા ઝડપાયેલ ઈમ્તિયાઝ પરમાર એ પોલીસ ને કબુલાત આપી હતી કે ફૂલછાબ ચોકમાં રાજા બાબાખાન ને ઝડપાયેલ ઘાતક હથિયારોની ડીલેવરી કરવાની હોવાનું કબુલ્યું છે,તેમજ રાજકોટમાં અન્ય સ્થળોએ પણ આ ઘાતક હથિયારો સપ્લાય કરવાની કબુલાત આપી છે,ઉપરાંત પોલીસની વધુ પૂછપરછમા આ હથિયારોનો જથ્થો ઈમ્તિયાઝ ના સાથી અસ્ફાક એ આજી નદીના બાવળિયામા છુપાવેલો હતો અને ત્યાંથી હથિયારો કાઢી ને જે તે વ્યક્તિ ને સપ્લાય કરવામાં આવતા હતા.,
આ કાર્યવાહી ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ વી.કે.ગઢવી,પીએસઆઈ પી.એમ.ઘાખડા,વાંજા,એએસઆઈ સુભાષ ડાંગર,વગેરેએ કરી ને રાજકોટમાં વધુ એક મોટા ગુન્હાને અંજામ આપતા અટકાવ્યો હતો..