Mysamachar.in-જુનાગઢ
કોરોના વાઈરસનો પગપેસારો ગુજરાતમાં વધી રહ્યો છે, અને એક પછી એક જિલ્લામાં કોરોના પગ પેસારો કરી રહ્યો છે. જે જિલ્લાઓમાં કોરોના નહોતો પહોચ્યો એવા દેવભૂમિ દ્વારકા બાદ હવે જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના વાયરસે એન્ટ્રી થઇ ચુકી છે, અત્યાર સુધી કોરોનાથી મુક્ત રહેલા અને ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ થયેલા જૂનાગઢમાં કોરોનાના બે કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભેંસાણ CHC સેન્ટરના ડોક્ટર અને પટ્ટાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ માહિતી જૂનાગઢ જિલ્લા કલેક્ટરે ટ્વીટ દ્વારા આપી છે અને સત્તાવાર પુષ્ટિ કરી છે. જો કે લોકો આ મામલે કોઈ અફવાઓ ના ફેલાવે અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે તે ઇચ્છનીય છે.