Mysamachar.in-જુનાગઢ
હાલ દેશભરમાં લોકડાઉન છે, ત્યારે પ્યાસીઓ દારૂ ની એક એક બુંદ માટે તરસી રહ્યા છે ત્યારે જુનાગઢ એલસીબી ટીમે કેશોદ નજીક આવેલ એક બંધ મિલમાંથી લાખોની કિંમતનો વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે, કેશોદના અંગ્તરાય નજીક શિવશક્તિ મીલ જે બંધ હોય ત્યાંથી દારુનો 70 લાખ ઉપરનો જથ્થો મળી આવતા આશ્ચર્ય સર્જાયું છે, પોલીસે દારૂ મળી આવવા મામલે 5 શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ શરુ કરી છે.






